Mon–Sat 9:30 am–2:00 pm · 5:00–8:30 pm +91 81600 72704WhatsApp
દાંત સીધા કરવા

બ્રેસિસ

બ્રેસિસમાં બ્રૅકેટ અને તારની મદદથી દાંતને ધીમે ધીમે વધુ સારી સ્થિતિમાં લઈ જવાય છે, જેનાથી દાંતની ભીડ, અંતર અને બાઇટની તકલીફો સુધરે છે. સુમન ડેન્ટલ કેરમાં બ્રેસિસનું આયોજન અને ફિટિંગ Dr. Aashka Doshi કરે છે, જેઓ ઓર્થોડોન્ટિક્સ અને ડેન્ટોફેશિયલ ઓર્થોપેડિક્સમાં MDS કરેલા ઓર્થોડોન્ટિસ્ટ છે.

મુલાકાતોસામાન્ય રીતે 12–24 મહિના; દર 4–6 અઠવાડિયે મુલાકાત
કોણ કરે છેDr. Aashka Doshi

પગલે પગલે

બ્રેસિસFig. 2.1 · પગલું 1 / 7
પહેલાં · 2સારવાર · 3પછી · 2
BRACKETS OFF · GLUE POLISHED RETAINER HOLDS POSITION FRONT VIEW · UPPER TEETH STEADY, GENTLE PRESSURE
સમજાવવા માટેનો ડાયાગ્રામ, માપ પ્રમાણે નથી
દાંત સીધા કરવા

બ્રેસિસ

મુલાકાતો: સામાન્ય રીતે 12–24 મહિના; દર 4–6 અઠવાડિયે મુલાકાતકોણ કરે છે: Dr. Aashka Doshi
  1. પહેલાં
  2. સારવાર
  3. પછી
તમારી મુલાકાતોmonths
દર 4–6 અઠવાડિયે એડજસ્ટમેન્ટરિટેનર પહેરવા06121824 monthsસલાહ અને રેકોર્ડસારવારની યોજનાબ્રેસિસ બેસાડવાપહેલું એડજસ્ટમેન્ટબ્રેસિસ કાઢવા, રિટેનર

સામાન્ય રીતે 12–24 મહિનાની સારવાર, દર 4–6 અઠવાડિયે મુલાકાત, પછી વર્ષો સુધી રિટેનર પહેરવા.

મુલાકાતોની સંખ્યા અને સમય સામાન્ય રીતે આટલા હોય છે; તમારા માટે કેટલા થશે તે ડેન્ટિસ્ટ તપાસ પછી જણાવશે.
01 · આ શા માટે મહત્ત્વનું છે

ભીડવાળા કે વાંકાચૂંકા દાંત સાફ કરવા વધુ અઘરા હોય છે, અને બરાબર ન મળતો બાઇટ દાંતને અસમાન રીતે ઘસી શકે છે અને જડબા પર તાણ લાવી શકે છે. બ્રેસિસ દાંતને ધીમે ધીમે વધુ સારી સ્થિતિમાં લઈ જાય છે. તે મોટા ભાગની બાઇટની તકલીફો માટે યોગ્ય છે, જેમાં એલાઇનરથી ન થઈ શકે તેવા વધુ જટિલ કિસ્સા પણ આવે છે.

02 · કોના માટે છે
  • ભીડવાળા, એકબીજા પર ચડેલા કે અંતરવાળા દાંત
  • ઓવરબાઇટ, અન્ડરબાઇટ કે ક્રોસબાઇટ
  • બાળકોની તપાસ લગભગ 7 વર્ષની ઉંમરથી થઈ શકે
  • પુખ્ત વયના લોકો: ઉંમરની કોઈ ઉપલી મર્યાદા નથી
સાજા થવાનો સમય

બ્રેસિસ લગાવ્યા પછી 3–5 દિવસ અને દરેક એડજસ્ટમેન્ટ પછી એક-બે દિવસ દાંત અને ગાલ દુખે છે. શરૂઆતમાં નરમ ખોરાક ખાઓ અને તમે લો છો તે દુખાવાની દવા લો. ઘસાતા બ્રૅકેટ પર ઓર્થોડોન્ટિક વૅક્સ લગાવવાથી રાહત રહે છે.

સખત, ચીકણો અને ચાવવો પડે એવો ખોરાક ટાળો, જેમ કે સીંગ-દાળિયા, સખત મીઠાઈ, ટૉફી, અને સફરજન કે શેરડી સીધાં બચકાં ભરીને ખાવાં. દરેક વખત જમ્યા પછી બ્રશ કરો અને તારની વચ્ચે ઇન્ટરડેન્ટલ બ્રશથી સાફ કરો.

તાર ખૂંચતો હોય કે બ્રૅકેટ તૂટી ગયું હોય તો અમને ફોન કરો. આગલા એડજસ્ટમેન્ટની રાહ ન જુઓ. બ્રેસિસની સંભાળનું કાર્ડ જુઓ.

જોખમો
  • દાંતમાં સડો અને સફેદ ડાઘ બ્રૅકેટની આસપાસ થઈ શકે છે, જો સફાઈ બરાબર ન હોય.
  • પેઢાંમાં સોજો બ્રેસિસ સાથે સામાન્ય છે અને સામાન્ય રીતે વધુ સારા બ્રશિંગથી સુધરે છે.
  • મૂળ ટૂંકા થવા: થોડા પ્રમાણમાં, સામાન્ય રીતે નુકસાનકારક નથી, અને એક્સ-રેથી તપાસાય છે.
  • દાંત પાછા ખસી જવા: રિટેનર વગર દાંત પાછા ખસી જવાની વૃત્તિ રાખે છે.
  • દુખાવો અને મોંમાં ચાંદા બ્રૅકેટને કારણે, ખાસ કરીને પહેલાં અઠવાડિયાંમાં.
  • સારવાર લાંબી ચાલવી, જો બ્રૅકેટ વારંવાર તૂટે અથવા ઇલાસ્ટિક ન પહેરાય.

ખર્ચ શાથી નક્કી થાય છે

અમે ઑનલાઇન ભાવ મૂકતા નથી. તપાસ પછી દરેક બાબત લખેલો લેખિત અંદાજ તમને આપવામાં આવે છે.

બ્રૅકેટનો પ્રકારમેટલ અને દાંતના રંગના સિરામિક બ્રૅકેટમાં સામગ્રી અને ખર્ચ જુદા હોય છે.
બાઇટની જટિલતાહળવી ભીડની સારવાર ઝડપથી થાય છે, પણ નોંધપાત્ર ઓવરબાઇટ કે અન્ડરબાઇટમાં વધુ સમય લાગે છે.
સારવારનો સમયગાળોલાંબી સારવાર એટલે એડજસ્ટમેન્ટની વધુ મુલાકાતો.
દાંત કાઢવા કે વધારાનાં સાધનોકેટલાક કિસ્સામાં દાંત કાઢવા પડે છે અથવા ઇલાસ્ટિક કે એક્સ્પાન્ડર જેવાં વધારાનાં સાધનો જોઈએ.
રેકોર્ડશરૂઆતમાં એક્સ-રે (OPG અને સેફેલોગ્રામ સહિત), ફોટા અને છાપ કે સ્કૅન.
રિટેનરઅંતે રિટેનર જરૂરી છે અને ખોવાઈ જાય કે ઘસાઈ જાય તો બદલવા પડી શકે છે.
સામાન્ય રીતે આમાં સામેલ
  • સલાહ, રેકોર્ડ અને લેખિત સારવાર યોજના
  • બ્રૅકેટ અને તાર બેસાડવા
  • નિયમિત એડજસ્ટમેન્ટ મુલાકાતો
  • બ્રેસિસ કાઢવા અને પૉલિશ
  • રિટેનરનો પહેલો સેટ

ખર્ચ કેવી રીતે નક્કી થાય છે →

દર્દીઓ જે પ્રશ્નો પૂછે છે

શું બ્રેસિસથી દુખે છે?

બ્રેસિસ સોય વડે નથી લગાવાતા. લગાવ્યા પછી 3–5 દિવસ અને દરેક એડજસ્ટમેન્ટ પછી એક-બે દિવસ દાંત દુખે છે અને ખેંચાય છે. નરમ ખોરાક અને તમે લો છો તે દુખાવાની દવા મદદ કરે છે.

મારે બ્રેસિસ કેટલો સમય રાખવા પડશે?

સામાન્ય રીતે 12–24 મહિના, દાંતની ભીડ કેટલી છે અને બાઇટને શું જોઈએ તેના પર આધાર રાખે છે. તમારા ઓર્થોડોન્ટિસ્ટ યોજનાની મુલાકાતમાં અંદાજ આપે છે.

શું પુખ્ત વયે બ્રેસિસ લગાવી શકાય?

હા. ઉંમરની કોઈ ઉપલી મર્યાદા નથી. તંદુરસ્ત પેઢાં અને હાડકું જ મહત્ત્વનાં છે, એટલે પહેલાં પેઢાંની સારવાર કરવી પડી શકે છે.

બ્રેસિસ કે એલાઇનર?

બ્રેસિસ લગભગ દરેક બાઇટની તકલીફ માટે યોગ્ય છે અને કાઢી શકાતા નથી. એલાઇનર હળવી તકલીફો માટે યોગ્ય છે, જો તમે તેમને દિવસનો મોટા ભાગનો સમય પહેરી શકો. જુઓ ક્લિયર એલાઇનર અને બ્રેસિસ vs ક્લિયર એલાઇનર.

શું મારે દાંત કઢાવવા પડશે?

ક્યારેક, જો બધા દાંત માટે પૂરતી જગ્યા ન હોય. ઘણા લોકોને કોઈ દાંત કઢાવવો પડતો નથી. તમારા ઓર્થોડોન્ટિસ્ટ યોજનાની મુલાકાતમાં આ સમજાવે છે.

બ્રેસિસ નીકળ્યા પછી શું થાય?

તમે રિટેનર પહેરો છો: દાંતની પાછળ ચોંટાડેલો તાર, કાઢી શકાય એવું ક્લિયર રિટેનર, અથવા બંને. તેમના વગર દાંત પાછા ખસી જવાની વૃત્તિ રાખે છે.

સારવાર પછીની સંભાળનું કાર્ડ

બ્રેસિસ સાથે રહેવું

સારવાર પછી દિવસે દિવસે શું કરવું.

બ્રેસિસ સાથે રહેવું →

આ સારવાર વિશે કોઈ પ્રશ્ન છે?

WhatsApp પર મેસેજ કરો કે તપાસ માટે બુક કરો. કંઈ પણ શરૂ થતાં પહેલાં ડેન્ટિસ્ટ વિકલ્પો સમજાવે છે.